InternationalUSA

અમેરિકામાં ઉડી રહ્યું હતું રહસ્યમય વિમાન, ફાઈટર જેટે પીછો કર્યો તો ક્રેશ થયું, 4 લોકોના મોત

અમેરિકાના વર્જીનિયામાં રહસ્યમય વિમાન ઉડતાં સનસનાટી મચી ગઈ છે. રાજધાની વોશિંગ્ટન ડીસીના આકાશમાં આ રહસ્યમય વિમાન ઉડી રહ્યું હતું. સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે યુએસ એરફોર્સના F-16 ફાઈટર જેટે તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન રહસ્યમય એરક્રાફ્ટના પાયલટનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આખરે પ્લેન વર્જિનિયામાં વોશિંગ્ટન ડીસી નજીક જંગલમાં ક્રેશ થયું.

આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા. આ વાતની પુષ્ટિ અમેરિકી અધિકારીઓએ કરી છે. F-16 એરક્રાફ્ટથી ભાગતી વખતે રહસ્યમય વિમાન અનિયંત્રિત થઈ ગયું અને ક્રેશ થઈ ગયું.અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પણ સોનિક બૂમ સંભળાઈ હતી. જ્યારે ફાઈટર જેટ નાના પ્લેનનો પીછો કરી રહ્યા હતા ત્યારે આ અવાજે લોકો ગભરાઈ ગયા અને પ્લેન પાછળથી વર્જીનિયામાં ક્રેશ થઈ ગયું. અજાણ્યા વિમાને એલિઝાબેથટાઉન, ટેનેસીથી ઉડાન ભરી હતી અને તે મેકઆર્થર એરપોર્ટ પર જઈ રહ્યું હતું.

વર્જિનિયા સ્ટેટ પોલીસે જણાવ્યું કે તેમને રવિવારે સાંજે લગભગ 4 વાગે માહિતી મળી હતી. પ્લેન ક્રેશ થયાના લગભગ ચાર કલાક બાદ બચાવ કાર્યકર્તાઓ પગપાળા જ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તે સેસ્ના 560 નામનું નાગરિક વિમાન હતું. અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આ વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પાયલટ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. પ્લેનમાં ચાર લોકો સવાર હતા.