ચીકુનો ઠળિયો ગળામાં ફસાતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત
સુરત શહેરથી આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, દોઢ વર્ષીય બાળકનું રમતા-રમતા ચીકુ નું બીજ ગળી જવાના લીધે મુત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. એવામાં બાળકનું મૃત્યુ થતા પરિવારમાં શોકનુ મોંજુ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઓરિસ્સાના સંતોષભાઈ નાયક સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કૈલાસ નગરમાં પરિવાર સાથે રહે છે. જ્યારે લુમ્સના કારખાના કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. એવામાં ગઈ કાલ બપોરના સમયે તેમનો દોઢ વર્ષનો દીકરો રિષી ઘરમાં રમતો હતો અને તેમના પત્ની સુજાતા ઘરકામમાં વ્યસ્ત હતા.
એવામાં તે સમયે તેમનો બાળક રિષી રમતા-રમતા ચીકુ નું બીજ મોઢામાં ગળી હતો. ત્યાર બાદ માતા દ્વારા રિષીના મોઢામાંથી બીજ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ચીકું નું બીજ ગળામાં ફસાઈ જતા રિષીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. તે કારણોસર સંતોષભાઈ અને તેમના પત્ની સુજાતાબેન દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા.
તેમ છતાં હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર કરવામાં આવે તે પહેલા જ રિષીનું કરૂણ મોત નીપજ્યું હતું. એવામાં અકાળે દીકરાનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.