300 મોરને મોટા કરનાર, આ વ્યક્તિને જોતા જ મોર ટહુકા કરે છે, જુઓ તસવીરો.
જામનગરના ગીર વિસ્તારમાં આવેલ એક બંધ કંપનીની જગ્યામાં 100 થી પણ વધુ મોર ઉપરાંત અન્ય પક્ષીઓ આવે છે. જામનગરના ગીર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પક્ષી પ્રેમી યુવાન ફિરોજભાઈ છેલ્લા 24 વર્ષથી પક્ષીઓને દાણા નાખીને સેવાની સુવાસ પ્રસરાવે છે.ફિરોજભાઈ દરરોજ 15 થી 17 કિલો ચણ નાખવા માટે આવે છે. જેને લઈને મોર પણ થનગનવા લાગે છે. આ સમયે મોર અને યુવાનને જાણે મિત્રો જેવો સંબંધ હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
ફિરોજભાઈને બાળપણથી જ પક્ષીઓ પ્રત્યે અદભુત લગાવ છે. જે 24 વર્ષ અગાઉ પણ પક્ષીઓને ચણ નાખવા જતા. જે તે સમયે માત્ર બે થી ચાર મોર આવતા, ત્યારબાદ મોરની સંખ્યા અને મોર પ્રત્યેનો ફિરોજભાઈ નો લગાવ વધતો ગયો. જેના પરિણામે આજે 100 થી 150 મોર આવે છે.
જેમ લોકો દરરોજ મંદિરે દર્શન માટે જતા હોય છે. તેમ ફિરોજભાઈ મોર અને પક્ષીઓના દર્શન કરીને પોતે ધન્યતા અનુભવે છે. ઉદ્યોગમાં કામ કરીને ગુજરાન ચલાવતા ફિરોજભાઈ લોકો પાસેથી દાનરૂપે ચણ મેળવીને રોજ પક્ષીઓને આપે છે. ઉપરાંત ઘાયલ પક્ષીઓની વિશેષ કાળજી રાખીને સારવાર કરે છે.
અત્યાર સુધીમાં ફિરોજભાઈ એ 300 થી પણ વધુ ઘાયલ પક્ષીઓને સાજા કરી વિહરતા કર્યા છે. જ્યારે 14 હજાર જેટલા પક્ષીઓના માળા અને કુંડનું પણ વિતરણ કર્યું છે. લોકોને સંદેશો આપતા ફિરોજભાઈએ કહ્યું કે દરેક ઘરના સભ્યો એક વૃક્ષ વાવે અને યુવા પેઢીમાં પક્ષી પ્રેમ જળવાઈ રહે તે માટે કાર્યવાહી થવી જોઈએ.
માણસ અને પક્ષી વચ્ચેના સંબંધોની તો તમે અનેક વાતો સાંભળી હશે, પરંતુ જામનગરના ફિરોજભાઈ અને મોરના આ પ્રેમ વિશે જાણીને તમને ચોક્કસ આનંદ થશે. ફિરોજભાઈ છેલ્લા 24 વર્ષની મોરની દેખરેખ રાખે છે. અત્યાર સુધીમાં તેઓએ 300 થી વધુ મોરની મોટા કર્યા છે ફિરોજભાઈ ને જોઈને આ મોર પણ કળા કરીને નાચવા માંડે છે. જામનગરમાં રેલ્વે સ્ટેશન નજીક એક બંધ ફેક્ટરી આવેલી છે વર્ષો પહેલાં સરકારે બ્રેક બોન્ડ કંપનીને જમીન લીઝ પર આપી હતી. કંપની દ્વારા ફેક્ટરીની આસપાસ અને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવામાં આવ્યું હતું.
આ સમયે અહીં ચારથી પાંચ મોર રહેતા હતા. એ સમયે ફિરોજભાઈ બાળપણમાં પિતાની સાથે અહીં આવતા અને મોરની ચણ ખવડાવતા હતા ત્યારબાદ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા ફેક્ટરી બંધ પડી જો કે તે વૃક્ષો વીરાન થઈ જતા જંગલ જેવું વાતાવરણ બની ગયું. વાતાવરણ માફક આવી જતા ધીમે ધીમે અહીં આ મોરની સંખ્યામાં વધારો થતો ગયો અને આ ફેક્ટરીની આસપાસ ની જગ્યા મોરનું ઘર બની ગયું. આ સમયે ફિરોજભાઈ પણ બાળપણથી પિતા સાથે શરૂ થયેલ નિત્યક્રમ કે મોરને ચણ નાખવાનો ક્રમ ચાલુ રાખ્યો.જે છેલ્લા 24 વર્ષથી ફિરોજભાઈ દરરોજ નાખવા આવે છે.
ફિરોજભાઈ નું કહેવું છે કે આજે આ ફેક્ટરીની આસપાસ નો વિસ્તાર વિરાન બની ગયો છે અને અહીં જંગલ જેવું વાતાવરણ બની ગયું છે શહેરની વચ્ચે સુમસાન વિસ્તાર હોવાને કારણે અસામાજિક પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. અસામાજિક તત્વોના દ્વારા થતી ખોટી હેરાનગતિને કારણે અહીં રહેતા મોર પણ ડરી ગયા છો અને છુટા છુટા રહે છે.