GujaratAhmedabad

અમદાવાદના ચાંદખેડામાં જમીન લે-વેચ નો ધંધો કરનાર શખ્સે કર્યો હવામાં ગોળીબાર, કારણ આશ્ચર્યચકિત કરનારું…

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. એવામાં આવી જ એક બાબત અમદાવાદના ચાંદખેડા વિસ્તારથી સામે આવી છે. ચાંદખેડામાં તપોવન સર્કલ નજીક જમીન લે વેચ ના વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવત દ્ગવારા ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાની બાબતમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેની સાથે ફાયરિંગ બાદ હરિસિંગ ચંપાવત નાસી ગયો હતો. ચાંદખેડા પોલીસ દ્વારા આ મામલામાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી અનુસાર, અમદાવાદના ચાંદખેડા તપોવન સર્કલ નજીક અચાનક જ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ ની ઘટના ઘટી હતી. તેની સાથે ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ ઉભો થઈ ગયો હતો. આ મામલાની જાણકારી થતા જ ચાંદખેડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી. હાલમાં આ મામલામાં ચાંદખેડા પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની તપાસ હાથ ધરી છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, જમીન લે-વેચ નાં ધંધા સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવત હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ફાયરિંગ બાદ આરોપી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન પાછળથી એક વ્યક્તિ દ્વારા તેની ગાડી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.