વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. તેની સાથે આ ઘટનાને લઈને મૃતકોનાં પરિવાર નાં આંસુ સુકાઈ રહ્યા નથી. આજે આવો જ એક મામલો સામે આવ્યો છે.
આ દુર્ઘટનામાં મૃતક ઋત્વી શાહની માતા દ્વારા પોતાની વેદના ઠાલવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, મને આ ઘટનાની જાણકારી મળી તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પરિવારને જાણકારી મળતા પરિવાર એસએસજી હોસ્પિટલ પહોંચ્યો હતો. તે દરમિયાન રડતાં રડતાં તેમણે રડતા-રડતાં પોતાની વેદના ઠાલવતાં જણાવ્યું હતું કે, દીકરીને પિકનિક પર જવાની ના જ પાડી હતી પરંતુ છેલ્લી સમયે મે મારી દીકરીને મોકલી અને તેને ગુમાવી દીધી છે.
તમને જણાવી દઈએ કે, બિનઅનુભવી કંપની ને બોટિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. જે કંપનીને ફૂડ નો કોન્ટ્રાક્ટ અપાયો તેને જ બોટિંગનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. કોટિયા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ જ ફૂડ કંપની ને બોટિંગની પણ જવાબદારી સોંપી દેવામાં આવી હતી. જ્યારે ઘટનાને પગલે કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિનિત કોટિયા રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચા સામે આવી છે, રાજકીય વગ ના લીધે તેમની કંપની ને કોન્ટ્રાક્ટર મળ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હરણી તળાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપની ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.. જેના માલિક પરેશ શાહ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહ દ્વારા નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ નિલેશ શાહ દ્વારા કોઈ ત્રીજા વ્યક્તિને આ જઆપવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું છે. આ બધાની વચ્ચે એક મોટી જાણકારી સામે આવી છે. સેવ ઉસળ ની લારી ચલાવનાર વ્યક્તિ અહીં બોટ ચલાવી રહ્યો હતો.