Gandhinagar

ગાંધીનગરમાં હેડ ક્વાર્ટરમાં વાયરલેસ ગાર્ડ તરીકે ફરજ બજાવનાર પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત

આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી પીડાતા હતા. પરંતુ હવે હાર્ટ એટેક ના કિસ્સા એટલા સામાન્ય થઈ ગયા છે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે વાયરલેસ ગાર્ડ તરીકે ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. તેના લીધે પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, માર્ગ અકસ્માત ના લીધે ઈજા પહોંચતા હેડ કોન્સ્ટેબલ રજા પર રહેલા હતા. આ બપોરના સમયે હાર્ટ એટેક આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર અમિતકુમાર પ્રવીણચંદ્ર ત્રિવેદી વાયરલેસ ગાર્ડ તરીકે ફરજ પર રહેલા હતા. ગાંધીનગર ના રાંધેજા મુકામે રહેનાર અંદાજીત 46 વર્ષીય અમિતકુમાર નો થોડા દિવસો અગાઉ માર્ગ અકસ્માત સર્જાતા તેમને પગમાં અને શરીરના ભાગમાં ઈજા પહોંચી હતી.

જ્યારે ઈજા લીધે અમિતકુમાર રજા પર રહેલા હતા. એવામાં બપોરના સમયે તેઓ ઘરમાં બેઠેલા હતા તે સમયે તેમને અચાનક છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો. તેના લીધે પરિવારજનો દ્વારા અમિતકુમાર ને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.