રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. એવામાં વડોદરાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરા ના પાદરા તાલુકાના ડબકા ગામમાં વેરાઈ માતા મંદિર નજીક ગણેશ પંડાલ બાંધી રહેલા 15 યુવાન ને કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટનામાં પ્રકાશ ડાહ્યાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના યુવાન નું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું અને અન્ય 14 યુવાનને ઈજા પહોંચી હતી. જેમાં જાણકારી મળી છે કે, લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા દરમિયાન હાઇટેન્શન લાઈનને જવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. આર. ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગઈ કાલ રાત્રીના પંડાલ બનાવતા દરમિયાન આ દુખ્ગ ઘટના ઘટી હતી. અંદાજીત 15 ફૂટ ઊંચો પંડાલ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, મૃતક યુવાન પ્રકાશ ઉર્ફે સચિન જાદવની વાત કરીએ તો તે ત્રણ ભાઇમાં બીજા નંબરના હતા. તે ગામમાં પ્રોવિઝન સ્ટોર ચલાવી રહ્યા હતા. જ્યારે તેમને છ વર્ષની દીકરી રહેલ છે. પ્રકાશનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. તેની સાથે પ્રકાશ જાદવ સારો ક્રિકેટર પણ હતો. પાદરા તાલુકામાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો રહેતો હતો. જ્યારે તાલુકામાં સચિન તરીકે તેને ઓળખ બનાવી હતી. લોકો દ્વારા તેના મૂળ નામ પ્રકાશ કરતા સચિન તરીકે વધુ ઓળખાતો હતો.
ઘટનાને લઈને વધુમાં જણાવી દઈએ કે, ડબકા ગામમાં છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. એવામાં 41 મા વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી માટે યુવક મંડળના યુવાનો દ્વારા 12 ફૂટની શ્રીજીની સ્થાપના માટે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવવામાં આવી રહ્યો હતો. એવામાં અંધારું હોવાના લીધે પંડાલ નો લોખંડનો પોલ વીજ લાઇનને અડી જવાના લીધે અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 લોકોને કરંટ લાગતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.