South GujaratGujaratSurat

સુરતમાં સીટી બસની અડફેટે આવતા ધોરણ-11 માં અભ્યાસ કરનાર વિધાર્થીનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત

રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોનીબેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલનાસમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માંબનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરત શહેરથી સામે આવ્યો છે.

સુરતમાં સીટી બસની અડફેટે આવતા ધોરણ -11 ના વિધાર્થીનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. વિધાર્થના મોતના બાદ સ્થાનિક લોકો દ્વારા બસચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. જ્યારે મૃતક વિધાર્થીના મૃતદેહને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ ઉઘના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મૃતક વિધાર્થીના પરિવાર દ્વારા બસ ચાલક વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સુરતના બમરોલી વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. 120 ફૂટ રોડ પર સિટી બસ દ્વારા બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં માસુમ પુત્રનું કરુણ મોત નિપજ્યુ છે. બાઈક સવાર પિતા પુત્રને અડફેટે લેતા માસુમ વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. દીકરાને શાળા છોડવા જતા સમયે સીટી બસના ચાલક દ્વારા બાઈક પર સવાર પિતા-પુત્રને અડફેટે લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેનાર રાજેશભાઇ બારડોલીયાનો પુત્ર ગૌરવ અઠવાલાઇન્સ ખાતે આવેલ ખાનગી શાળાના ધોરણ-11 માં અભ્યાસ કરી રહ્યો હતો. આજ સવારના ગૌરવ નિયમિત સમય મુજબ મોપેડ લઈને શાળાએ જવા માટે નીકળેલો હતો. તે દરમિયાન ઉધના સ્થિત બમરોલી ખાતે રોડ ક્રોસ કરતા સમયે ફૂલઝપડે આવી રહેલી પાલિકા સંચાલિત સીટી બસના ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા ઘટનાસ્થળ પર ગૌરવનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.