South GujaratGujaratSurat

બેફામ ચાલતા ટ્રકની અડફેટે આવતા સુરતના લીંબાયતમાં વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટોવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતના લિંબાયતથી સામે આવ્યો છે.

સુરતના લિંબાયતમા વિદ્યાર્થીનું ટ્રક અડફેટે આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાને લીધે મૃતકના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. કેમકે અકસ્માતમાં મૃત્યુ નીપજતા પરિવારજનો આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  ફરિયાદ ના આધારે પોલીસ દ્વારા હાલમાં ટ્રક ચાલક વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજ સવારના સમયે લિંબાયતમાં ખાનપુરા પટેલ હોલ નજીક રહેનાર 17 વર્ષીય શમશુલ મંજુર આલમ ઘરેથી મોપેડ પર ટ્યુશન જઈ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન બેફામ આવી રહેલી ટ્રક તૈયબા મસ્જિદ નજીક શમશુલનને અડફેટે લેવામાં આવતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. દુર્ઘટનાને સર્જાતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું.