GujaratSouth GujaratSurat

હનુમાન ભક્ત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સુરતના ઉદ્યોગપતિએ બનાવી ચાંદીની ગદા

આગામી મહિને બાગેશ્વર બાબા ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવાનો છે. તેની સાથે સુરત શહેરમાં 26 અને 27 મીના રોજ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, હનુમાનજીના પરમ ભક્ત એવા શાસ્ત્રીજીને સુરતના લોકો તરફથી ચાંદીની ગદા ભેટ આપવાની જાણકારી સામે આવી છે.  સુરતના ઉદ્યોગપતિ દ્વારા ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. આગામી 26 અને 27 મીના રોજ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ ના હાથે આ ગદા અર્પણ કરવામાં આવશે.

તેની સાથે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન પણ કરવામાં આવશે. એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મીના રોજ સુરત આવશે. તેની સાથે તે પ્રથમ વખત સુરત પણ  આવી રહ્યા છે. જ્યારે સુરતની યાદગીરી માટે સુરતના ઉદ્યોગપતિ સાંકેત ગ્રુપના માલિક સાબરમલ બુધિયાએ શાસ્ત્રીજી માટે એક ચાંદીની ગદા તૈયાર કરી છે. ઉદ્યોગપતિ દ્વારા આ ગદા તેમને અર્પણ કરવામાં આવશે

આ હનુમાનજી ગદા ની વાત કરીએ તો આ ગદા સુરતના જ્વેલર્સ દ્વારા તૈયાર કરાઈ છે. આ ગદાનું વજન 1161 ગ્રામની છે તેની સાથે ગદાની અંદાજિત કિંમત સવા લાખ રૂપિયા રહેલી છે. એવામાં શહેરમાં પ્રથમ વખત આવી રહેલા શાસ્ત્રીજી માટે સુરતના ઉદ્યોગપતિ દ્વારા આ ગદા તૈયાર કરવામાં આવી છે. આ ગદા ને બનાવવા પાંચ જેટલા કારીગરો લાગ્દ્વાયા હતા. તેમના દ્રારા 15 દીવસમાં આ ગદા તૈયાર કરવામાં આવી હતી.. સમગ્ર ગદા ઉપર હાથ કળાના નમૂના પણ દેખાઈ રહ્યા છે. જ્યારે આ ગદા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે સુરતના આગામી 26, 27 ના કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે.