GujaratSouth GujaratSurat

સુરતમાં ઘરની ગેલેરીમાંથી પગ સ્લીપ થતા કિશોરી ત્રીજા માળેથી પટકાઈ

સુરતના વરાછા યોગીચોક વિસ્તારથી માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં આવેલા સોસાયટીમાં ત્રીજા માલની ગેલરીમાંથી પગ સ્લિપ થતા કિશોરી પટકાઈ હોવાની સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મેઈન ગેટની અંદર બાંકડા ઉપર બેઠેલા આ દ્રશ્ય જોઇને વૃદ્ધો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કિશોરીની પટકાયેલી જોઈ માતા પણ બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ કિશોરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

જાણકારી મુજબ, તુલસી પાર્ક સોસાયટીમાં કિશોરી ત્રીજા માળથી નીચે પટકાતા તેનું માથું સીધું પટકાયું નહોતું. પરંતુ તેના હાથ રોડ પહેલા અથડાયા હતા. તેના લીધે તેને હાથમાં વધુ ઈજા પહોંચી છે. જ્યારે માથાના ભાગમાં પણ ગંભીર ઈજા પહોંચી છે.

સરથાણા પોલીસ સ્ટેશનથી મળી રહેલી જાણકારી મુજબ, આ ઘટના શનિવારના 11 વાગ્યાના ઘટી હતી. એક કિશોરી યોગીચોક વિસ્તારમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીના એક મકાનના ત્રીજા માળની ગેલરીમાંથી નીચે પડી ગઈ હતી. દીકરી નીચે પટકાતા જ તેની માતા તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ કિશોરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તેને અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. કિશોરીની વાત કરીએ તે ધોરણ-10 માં અભ્યાસ કરે છે. જયારે હાલમાં બાળકી સારવાર હેઠળ રહેલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.