રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ખેડા થી સામે આવ્યો છે.
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક વાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો
ખેડામાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેડા તાલુકાના હરિયાળા પાટીયા નજીક અક્સ્માત થયો હતો. બે ટ્રક સામ-સામે ટકરાતા અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતના લીધે ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઇ ગયો હતો. અક્સ્માતની જાણ થતાં જ 108 અને ખેડા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ગઈ કાલ રાત્રીના ખેડાના હરિયાળા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેના લીધે એક ટ્રકનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. શરૂઆતમાં સ્થાનિક લોકો દ્વારા ચાલકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકોનો પ્રયાસ નિષ્ફળ જતા તેમના દ્વારા પોલીસ અને 108 ને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ખેતરાળ વિસ્તારમાં લઈ જઈને કર્યું એવુ કે….
તેમ છતાં તેમાં પણ સફળતા ન મળતા ટ્રકચાલકને બચાવવા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ ભારે જહેમત બાદ ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ કામગીરીમાં સમય લાગતા વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો હતો.