GujaratAhmedabad

મોંઘવારીનો વધુ એક વાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો

હાલના સમયમાં પરિવારને ચલાવવા માટે પરિવારના દરેક સભ્યોએ તનતોડ મહેનત કરવી પડે છે. આવી મોંઘવારીના સમયમાં હવે એક વ્યક્તિથી પરિવારનું પૂરું ન થતા પતિ સાથે પત્ની પણ કામ કરે છે. ત્યારે માંડ આ મોંઘવારીના સમયમાં ઘરનું ગાડું ચાલે છે. જ્યારે બીજી તરફ મોંઘવારી એ પણ એવી માજા મૂકી છે કે તે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જ્યારે આજે એવા જ એક સમાચાર સામે આવ્યા છે.

બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ડ્રાઇવરના થયા એવા હાલ કે પછી..

અમૂલ દૂધના ભાવમાં છ મહિનામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દૂધની તમામ બ્રાન્ડની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે. અમૂલ દૂધની તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ સ્ટ્રીમ, એ2 ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાંડમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ નવા ભાવ વધારા સાથે અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટર ના ભાવમાં લોકોને મળશે. તેની સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ. 4 નો વધારો કરવામાં આવ્યો છે. જેનું હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતે વેચાણ થશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ રૂ. 29 ના બદલે રૂ.30 (500 મિલી) માં વેચાણ થશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22 થી વધીને રૂ.23 (500 મિલી) પહોંચ્યું છે.

તેની સાથે ગઈકાલના રોજ અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.20 નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લીધો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.800 થી વધીને રૂ.820 ચુકવાશે. આ સાથે જ દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ખેતરાળ વિસ્તારમાં લઈ જઈને કર્યું એવુ કે….