રાજકોટ: કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, યુવક-યુવતીના કરૂણ મોત
રાજ્યસહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે.લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટોવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવાથી સામે આવ્યો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે ટાટા કંપની ની હેરિયર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં એક યુવક અને યુવતી નું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. ત્યારે આ સમગ્ર બાબતમાં ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આજ સવારના રાજકોટ થી ગોંડલ જઈ રહેલા હર્ષ ભરતભાઈ ભાલાળા અને એક યુવતીનું આ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. રાજકોટ થી ગોંડલ તરફ જઈ રહેલા હર્ષ ભાલાળા ટાટા કંપની ની હેરિયર કારમાં સવાર રહેલા હતા. તે સમયે રીબડા થી આગળ જતા ભુણાવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટના સ્થળ ઉપર કારચાલક હર્ષ ભરતભાઈ ભાલાળા નું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કે એક અજાણી યુવતીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ માં લઇ જવામાં આવી હતી. ત્યા ટૂંકી સારવાર દરમિયાન યુવતી નું કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે હાલમાં ટ્રક ચાલક ની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની સાથે જ સ્થાનિક લોકોના નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. આ સિવાય સમગ્ર અકસ્માતનો બનાવ કઈ રીતે બન્યો તે બાબતમાં ટ્રક ચાલક ની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.