GujaratAhmedabad

કાર અને આઇસર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર ચાલકના થયા એવા હાલ કે…

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક લોકો ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત જસદણ ના આટકોટથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જસદણ ના આટકોટ રોડ પર બાયપાસ રોડ ભારત પેટ્રોલિયમ પાસે કાર અને ટાટા આઇસર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારચાલક ના સાથળ ના ભાગ માં લોખંડની પાઇપ ઘુસી ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા જ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.

મહત્વની વાત છે કે, એમ્બ્યુલન્સમાં સાથે આવેલા તબીબ દ્વારા કારનો દરવાજો તોડીને ફસાયેલ યુવકને બહાર કાઢ્યો હતો. યુવકને સાથળના ભાગમાં લોખંડની પાઇપ ઘૂસી ગઈ હતી. યુવકને તેમાંથી બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી. તેમ છતાં અકસ્માત કઈ રીતે બન્યો તેની જાણકારી સામે આવી નથી. તેમજ કાર ચાલક મહીનભાઈ જ્યોતિભાઈ ભટ્ટ નામ હોવાનું જાણકારી સામે આવી છે. તેમજ આઈસર ચાલક કોણ હતું તે પણ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ નથી. નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. કોઈના કોઈ કારણોસર લોકો મોતને ભેટી રહ્યા છે.

.