નવસારીમાં ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, બે વિદ્યાર્થીઓમાંથી એકનું મોત અને એક થયો ઘાયલ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત નવસારીથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવસારી શહેર ની છાપરા મોગાર રોડ પર ટ્રક અને બાઇક સવાર વિદ્યાર્થી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ઈજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, નવસારી શહેરમાં આવેલ એ. બી. સ્કૂલના ટ્રસ્ટી રાકેશ કાલાવાડિયાના 18 વર્ષીય પુત્ર દર્શ કાલાવાડીયાનું આ અકસ્માત મોત નીપજ્યું છે. દર્શની વાત કરીએ તો તે એ.બી સ્કૂલમાં સવાર ના ફૂટબોલ રમવા માટે ગયેલો હતો અને પરત ફરતા સમયે ટ્રક ચાલક દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે દર્શ કાલાવડીયા અને 15 વર્ષીય નિહાર કાલાણી જમીન પર પટકાયા હતા. જેમાં દર્શ કાલાવાડિયા નું ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
ઘટનાની જાણ થતા વિજલપુર પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી આવી હતી. પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરી આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે. એવામાં આ અકસ્માતમાં એક પિતાને પોતાનો એક એક પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે. તેના લીધે કાલાવાડિયા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.