GujaratNorth Gujarat

કડીમાં આઇસર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, બાઇક સવારને હાથે પગે થઈ ગંભીર ઇજા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત કડીથી સામે આવ્યો છે.

કડીના જાદવપુરા ચોકડી પાસે આઈસર દ્વારા બાઈક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેના લીધે યુવક રસ્તા પર પટકાયો હતો. જ્યારે આઈસર ચાલક અકસ્માત સર્જી ને નાસી ગયો હતો. યુવકની વાત કરી તેને હાથ-પગમાં ફ્રેકચર થયું છે. હાલમાં તે નજીકની હોસ્સાપિટલમાં સારવાર હેઠળ રહેલ છે. આ ઘટનામાં કડી પોલીસ દ્વારા આઈસર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, દેત્રોજ તાલુકાના ઉમેદપુરા ગામના રહેવાસી રાજુજી ઠાકોર બુલાસણમાં આવલે ગોપાલ ગ્લાસ કંપની માં નોકરી કરે છે. એવામાં તે રાબેતા અનુંર પોતાના ઘરેથી પોતાના બાઈક પર નોકરી જવા માટે નીકળેલા હતા. એવામાં તે કડી ના દેત્રોજ રોડ ઉપર આવેલી જાદવપુરા ચોકડી નજીક પહોંચતા પાછળથી આવી રહેલા આઇસર ચાલક દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે બાઈક સવાર રાજુજી રસ્તા પર પટકાયા હતા. જ્યારે અકસ્માત સર્જી આઈસર ચાલક આઈસર મૂકીને નાસી ગયો હતો.

તેની સાથે અકસ્માત સર્જાતા રસ્તા પર પસાર થનાર અન્ય  વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. તેમના દ્વારા 108 ને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવવાની સાથે યુવકના પરિવાજનોને આ મામલામાં જાણ કરી દેવામાં આવી હતી. બાઈક સવારને કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં યુવકના પરિવારજનો આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા વધુ સારવાર માટે યુવકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઘટનાને લઈને કડી પોલીસ દ્વારા અજાણ્યા આઈસર ચાલક સામે  ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.