સુરત હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડઅકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરત શહેરના સરથાણા વિસ્તારથી સામે આવ્યો છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પાસે બે કારનો અકસ્માત સર્જાયો છે. જ્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારનો આગળનો ભાગ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના આઉટર રીંગ રોડ પર સરથાણા પાસે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત કરુણ નીપજ્યા છે. સુઝુકી અર્ટીકા અને ટાટા હેરિયર નામની કારની વચ્ચે અકસ્માત સર્જાયો છે. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો બંને કારનો આગલો ભાગ તૂટી ગયો હતો. તેની સાથે કારના અંદર રહેલા લોકોને ભાર ઈજા પહોંચી હતી. જેના લીધે ત્રણ લોકોનું કરુણ મોત નીપજ્યું છે.