રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક લોકો ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવેથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જ્યારે કારની વાત કરીએ તો કારનો નંબર GJ-27-EC-2578 રહેલ છે. આ કાર કરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટના નામ પર રજીસ્ટ્રેશન છે. અકસ્માતની જાણકારી મળતા જ 108 અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો છે.
અકસ્માતની વાત કરીએ તો આ ટેન્કરની પાછળ અર્ટીગા કાર અચાનક ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે ક્રેઈન દ્વારા ગાડીને બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં આઠ લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ તે બે લોકોના મૃત્યુ નીપજ્યા હતા.