GujaratSouth GujaratSurat

ત્રણ વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અને દર્દનાક અકસ્માત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક બનાવ વડોદરાથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ જિલ્લાના અતુલ હાઇવે પાસે મુંબઈ તરફ જઈ રહેલા એક ટ્રકનું અચાનક ટાયર ફાટી ગયું હતું. તેના લીધે ટ્રક ચાલક દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેવામાં આવ્યો અને ટ્રક સુરત તરફ જતા ટ્રેક પર ચાલી ગઈ હતી અને સુરત તરફથી ટેમ્પો અને કારને ટક્કર મારી દેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

તેની સાથે સુરત તરફ જઈ રહેલ કાર અને ટેમ્પો ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં કાર ચાલકની પત્ની દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વલસાડના અતુલ હાઇવે ઉપર મુંબઈ તરફ જઈ રહેલ એક ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ડિવાઇડર કુદાવી સુરત તરફના ટ્રેક ઉપર જઈ રહેલ એક ટેમ્પો અને એક કાર બે વાહનોને ટક્કર મારી દીધી હતી. તેના લીધે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ અને વલસાડ રુલર પોલીસની ટીમને કરી હતી. અકસ્માત સ્થળે બે બાળકો સહિત છ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સંદીપ પાટીલના પરિવારના ચાર સભ્યોને, અને ટેમ્પો ચાલકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.

તેની સાથે સુરત તરફ જઈ રહેલ ટેમ્પોના ચાલક શ્યામુ રામ ભવન અને કાર ચાલક સંદીપ પાંડુરંગ પાટીલ નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું અને સંદીપ પાટીલના દસ વર્ષના દીકરા ક્રિસિવ પાટીલને થયેલી ગંભીર ઇજાઓને લઈ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યારે મુંબઈ તરફ જઈ રહેલા ટ્રક ચાલકને પારડી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે. અકસ્માત ના બનાવ અંગે ટ્રક ચાલક વિરુધ્ધ સંદીપ પટેલની પત્ની નયના પાટીલ દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.