અમરેલીમાં હિંસક બનેલી શ્વાનની ટોળકીએ ત્રણ વર્ષના બાળકનો જીવ લીધો, સમગ્ર ઘટના વિશે જાણી તમારા હોશ ઉડી જશે

રાજ્યભરમાં શ્વાન દ્વારા કરવામાં આવતા હિંસક બનાવોમાં સત્ય વધારો થઈ રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. એવામાં આજે અમરેલી જિલ્લાથી એવી જ એક ઘટના સામે આવી છે. અમરેલીમાં શ્વાનની ટોળકીએ એક ત્રણ વર્ષના બાળકનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. શ્વાનની ટોળકીના હુમલાના લીધે ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના લાઠી તાલુકાના દામનગર ગામમાં ઘટી છે. જેમાં વાડીમાં રમી રહેલા બાળક પર શ્વાનની ટોળકી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, દામનગરમાં રહેનાર મધુભાઈ સિદ્ધપરાની વાડી રહેલી છે. આ વાડીમાં છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર પાસે આવેલા થાંભલા ગામના નરેશભાઈનો પરિવાર મજૂરી કામ કરે છે. એવામાં ગઈકાલ સવારના આઠ વાગ્યાની આજુબાજુ લીમડા નીચે ત્રણ વર્ષની બાળકી રમી રહ્યું હતું તે સમયે અચાનક પાંચ શ્વાનનું ટોળું વાડીમાં આવી ગયું હતું. આ શ્વાનની ટોળકી દ્વારા રોનકના નામના બાળક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જ્યારે પિતા નરેશભાઈ થોડા દૂર તે કામ કરી રહ્યા હતા અને જ્યારે તેમની નજર પડે તે પહેલા બાળકને શ્વાનની ટોળકીએ ઈજાગ્રસ્ત કરી દીધું હતું.
ત્યાર બાદ તાત્કાલિક શ્વાનના હુમલાથી બાળકને છોડાવી વાડીના માલિકને ફોન કરી અને દામનગર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. ડોકટરો સારવાર કરે તે પહેલા બાળકે જીવ ગુમાવી દીધો હતો. જ્યારે બાળકના મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું હતું. વાડી માલિકના જણાવ્યા અનુસાર, અચાનક જ શ્વાનનું ટોળું આવી જતા આ દર્દનાક ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતા જ દામનગર પોલીસ મથકમાં બાળકના પિતા નરેશભાઈએ જાણ કરવામાં આવી હતી. હાલમાં નરેશભાઈ તેમના મૃત બાળક લઈને પરિવાર સાથે તેમના વતન ચાલી ગયા છે.