સુરતમાં પ્રેમ-પ્રકરણનો આવ્યો કરુણ અંજામ, પ્રેમિકાની સગાઈ બીજે થઈ જતા પ્રેમીએ ના કરવાનું કરી નાખ્યું…..
સુરત શહેરના ના પાસોદરા વિસ્તારથી એક પ્રેમ કહાનીના કરુણ અંજામની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, એક પ્રેમી દ્વારા પ્રેમિકાની સગાઈ વાત સહન ના કરી શકતા પ્રેમિકાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી લીધી હોવાનો મામલો સામે આવ્યો છે.
સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આ ઘટના સર્જાઈ છે. જ્યાં ઓમ ટાઉનશીપના બિલ્ડિંગમાં રહેનાર 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેનાર 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણા દ્વારા ચપ્પુ મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. ત્યાર બાદ યુવક દ્વારા પોતાના જ ઘરમાં પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં પોતાના શરીરને અગ્નિ ચાંપીને આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલામાં યુવતીના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે ઘરેથી કામઅર્થે નીકળેલા હતા. તે દરમિયાન ઘરે બે દીકરી એકલી રહેલી હતી. તે સમયે પાડિશીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ઘરે ધુમાડા નીકળી રહ્યાં છે. તેના લીધે અમે ઘરે પહોંચ્યા તો દીકરીને ચપ્પાના ઘા વાગેલા હતા અને તેનું શરીર પણ દાઝી ગયું હતું. યુવક તેની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો અને દીકરીઓને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
તેની સાથે આ મામલામાં સરથાણા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુવતીની બે દિવસ અગાઉ જ સગાઇ કરવામાં આવી હતી. તેમજ આ યુવક અને યુવતીની વચ્ચે છ મહિના અગાઉ જ પ્રેમ સબંધ બંધાયો હતો. જ્યારે યુવતીની પરિવાર દ્વારા બીજે સગાઇ કરાવી દેવામાં આવતા આ ઘટના સર્જાઈ હતી.
આ મામલામાં પી. આઇ. દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, યુવકને યુવતીના ઘરે અવરજવરના સંબંધ રહેલા હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાના લીધે બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે પારિવારિક સંબંધ બંધાયેલા હતા. આ દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ નહોતી. યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેવાના લીધે યુવક દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે
આ ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટનાની જાણકારી મળતા જ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં ફાયર અધિકારી દ્વાર્રા જણાવવામાં આવ્યું કે, અમે પહોંચ્યા તે પહેલા અંકિત જયંતિભાઈ ભામણા અગ્નિસ્નાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.