વલસાડ હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, એક કારચાલકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વલસાડ ના ગુંદલાવ હાઈવેથી સામે આવ્યો છે.
વલસાડ ના ગુંદલાવ હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક કાર ના ચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ટવેરા કાર નો ચાલક વાપીથી સુરત તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કાર ના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડીવાઈડર કુદી સામા ટ્રેક પર ચાલી ગઈ હતી. તેના લીધે સુરતથી વાપી તરફ જઈ રહેલી કીઆ કાર સાથે અથડતા કીઆ કારની ટક્કર બાજુમાં આવી રહેલા ટ્રક સાથે થઈ ગઈ હતી. આ ઘટનામાં કીઆ કાર ના ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, વલસાડ ના ગુંદલાવ હાઈવે પર એક ટવેરા કાર વાપીથી સુરત તરફ જવાના રસ્તા તરફ જઈ રહી હતી. તે દરમિયાન સામેના ટ્રેક પરથી એક કીઆ કાર સુરતથી વાપી તરફ આવી રહી હતી. તે સમયે ટવેરા કારના ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડીવાઈડર કૂદીને સામા ટ્રેક પરથી આવી રહેલી કીઆ કાર સાથે ટકરાઈ ગઈ હતી. એવામાં કીઆ કારના ચાલક દ્વારા પોતાની કાર પરનો કાબૂ ગુમાવી દેતા બાજુમાં આવી રહેલી ટ્રક સાથે ટકરાઈ જતા ડ્રાઈવર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
જ્યારે આ ત્રિપલ અકસ્માતની આ ઘટનામાં કીયા કારના ચાલક ધિરેનભાઈ દિનકરરાય પારેખને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના લીધે સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે ધીરેનભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ ધીરેનભાઈનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.