માતા પિતાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષનું માસુમ બાળક ગરમ ગરમ ચાસણીમાં ખાબકતા ગંભીર રીતે દાઝી ગયું
નાના બાળકને સાચવવું એ નાની એવી વાત નથી. કેમ કે બાળકને સાચવવામાં માતાપિતાની સહેજ બેદરકારી રહી જાય તો પણ તે ભારે પડી જતી હોય છે. ત્યારે એવો જ એક ચેતવણી રૂપ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જ્યાં માતા-પિતાની બેદરકારીના કારણે એક માસુમ 2 વર્ષનું બાળક ખાંડની ગરમ ચાસણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયું છે. અને હાલ આ બાળકને સારવાર માયે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 15થી20 દિવસ અગાઉ જ આ પરિવાર અંકલેશ્વરના હાંસોટ વિસ્તારમાં રોજીરોટી મેળવવા માટે આવ્યા હતા. અંકલેશ્વરના હાંસોટમાં આવ્યા પછી આ બાળકના પિતાએ આ વિસ્તારમાં બરફ-ગોલાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેના કલરમાં ઉપયોગમાં લેવાતી ચાસણી બનાવવા માટે બાળકના પિતા ઘરે જ ખાંડને ઓગાળીને તૈયાર કરતા હતા. બાળકના માતા પિતા ખાંડની ચાસણી તૈયાર કરીને જમવા માટે બેઠા હતા. તે દરમિયાન તેમનું બે વર્ષનું બાળક રમત રમતમાં ચાસણીના તપેલા જોડે પહોંચી ગયું હતું અને ત્યાં ચાસણીના તપેલામાં ઉંધા માથે ખાબક્યું હતું.
જેના કારણે ગરમ ચાસણીમાં ખાબકતા જ બાળકનો પીઠનો ભહ દાઝી ગયો હતો. ત્યારે બાળકનો રડવાનક અવાજ આવતા જ માતા પિતા જમતા જમતા ઉભા દોડી આવ્યા હતા. અને ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક અસરથી હણસોતની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. બે દિવસથી બાળકની તબિયતમાં થોડો પણ સુધારો ન આવતા આ બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:વીડિયો જોતી વખતે સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થતા 8 વર્ષની બાળકીનું મોત
તમને જણાવી દઈએ કે, હાલ આ બાળકને સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી તેને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યું છે. બાળકની સ્થિતિ નાજુક હોવાને કારણે હાલ તેને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યું છે. બાળકની તબિયતમાં સુધારો આવે તે માટે તબીબો દ્વારા તમામ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. બાળક એટલું બધું દાઝી ગયું છે કે તેની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પણ અસરગ્રસ્ત થઈ છે. તેને કારણે હાલ તબીબો પણ ચિંતામાં છે.
આ પણ વાંચો: મિત્રને ઉછીના પૈસા આપતા પહેલા જાણીલો આ કિસ્સો, પૈસા પરત માંગતા જ થઈ ગઈ હત્યા