Gujarat

મોરબી હાઇવે પર વારંવાર થતા અકસ્માતને લઈને ટંકારા પોલીસે અપનાવી અનોખી રીત, લોકજાગૃતિ માટે કર્યું આ કામ

આપણો દેશ ખૂબ જ વસ્તીવાળો છે, તેની વસ્તી લગભગ 125 કરોડ છે અને વાહનોના રૂપમાં વસ્તીનો મોટો હિસ્સો ટુ-વ્હીલર છે. રાજ્ય સહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે જે લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઇ રહ્યો છે. વાહનચાલકો ટ્રાફિક નિયમોના ભંગ કરતા ઘણીવાર તેઓ અકસ્માતની અડફેટે આવી જતા હોય છે. અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે હવે આવા અકસ્માતને ટાળવા માટે રાજકોટમાં ટંકારા પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

રાજકોટમાં અકસ્માતના બનાવો ને લઈને લોકમાં જાગૃતિ આવે તેના માટે ટંકારા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ટંકારા પોલીસ દ્વારા પોલીસ મથક બહાર એક સ્ટેજ ઉભું કરવામાં આવ્યું છે અને આ સ્ટેજમાં એક અકસ્માતગ્રસ્ત કારને રાખવામાં આવી છે અને તેમાં ધીરજ અને ખંત અકસ્માતનો અંત જેવા સૂત્રો પણ લોકોને બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની બાજુમાં જ એક મોટા હોર્ડિંગ બોર્ડ ઉપર આ કારમાં બે માનવીઓએ તેમની જિંદગી ગુમાવી હોવાનું લખાણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ – મોરબી હાઇવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આ અકસ્માતોને ટાળવા માટે ટંકારા પોલીસ મથકના અમલદાર એચ આર હેરભા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમને લોકોમાં અકસ્માત નિવારવા જાગૃતિ આવે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

ટંકારા પોલીસ મથકના અમલદાર એચ આર હેરભા દ્વારા નવતર પ્રયોગમાં મોટા હોર્ડિંગ બોર્ડ ઉપર લખવામાં આવ્યું છે કે, આ અકસ્માત એ કોઈ કુદરતી દેણ નથી આ આપણું જ એક પરિણામ છે, નસીબ બચાવે કોઈ વાર સુરક્ષા બચાવે વારંવાર જેવા સૂત્રો લખીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો આ નવતર પ્રયાસને જોઈને ઘણા આકર્ષાઈ રહ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે