CrimeGujarat

નવસારીમાં ભાજપના સભ્ય સામે એક વિધવાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો….

નવસારીમાં લગ્ન ની લાલચ આપી ને ભાજપના સભ્ય દ્વારા એક વિધવા નું શોષણ કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી છે. મહિલા દ્વારા ભાજપના સભ્ય વિરુદ્ધ આ મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ બાબતમાં આરોપી શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે આરોપી વ્યક્તિને 2019 થી ઓળખે છે અને તેના પતિના મૃત્યુ બાદ બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યાર બાદ શારીરિક સંબંધો પણ તેમની વચ્ચે બંધાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીના ચીખલીમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય સામે દુષ્કર્મ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોબિન પટેલ નામના વ્યક્તિ દ્વારા વિધવા સાથે મિત્રતા કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને શોષણ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રોબિન નામના વ્યક્તિ દ્વારા વિધવા મહિલા ને લગ્નની લાલચ આપીને ઘણી વખત તેની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેણે લગ્નની ના પાડતા વિધવા દ્વારા રોબિન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રોબિન ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદ દાખલ કરનાર મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 2019 માં મારા પતિનું અવસાન થયું હતું અને ત્યાર બાદ રોબિન સાથે મારા સંબંધ બંધાયા હતા. તેણે લગ્નની લાલચ આપીને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેને કીધું હતું કે લગ્ન કરી લેશું પરંતુ તેને લગ્ન કર્યા નહોતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણીને મહિલા દ્વારા રોબિન પટેલ નામના યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કેસને લઈને નવસારી પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા પરંતુ પછી લગ્ન રોબીન નામના વ્યક્તિ દ્વારા લગ્ન કરવામાં આવ્યા નહોતા. આ મામલામાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રોબિન નામના યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.