ભાવનગરમાં પરેડ બાદ ઘરે પહોંચેલી મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા સમયગાળામાં હાર્ટએટેકથી 25 વધુ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે આજે આવા જ એક સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, પરેડમાંથી ઘરે ગયા આડ અચાનક મહિલા કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું.
જાણકારી અનુસાર, ભાવનગરમાં હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયાનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. જયારે જાણકારી સામે આવી છે કે, મહિલા કોન્સ્ટેબલ પરેડ બાદ ઘરે આવ્યા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો. તેના લીધે પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
હાર્ટ એટેક કેમ આવે છે?
હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.