GujaratSaurashtra

દ્વારકામાં કાર પલટી ખાતા યુવક-યુવતીના મોત, બે મહિના બાદ હતા લગ્ન

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત દ્વારકા થી સામે આવ્યો છે. જેમાં એક કપલ નું મૃત્યુ નીપજ્યું છે.

જાણકારી મુજબ, લગ્ન પહેલા દ્વારકા જવા નીકળેલા યુવક-યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. દ્વારકા ખંભાળીયા નેશનલ હાઈવે પર લીમડી પાસે કાર પલટી જતા બંનેના મૃત્યુ નિપજયા હતા. કાર અકસ્માતમાં ચાર લોકોમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા અને તેમના થોડા જ દિવસોમાં લગ્ન થવાના હતા. યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પરંતુ તેમનો પ્રેમ અમર થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, દ્વારકા-ખંભાળીયા નેશનલ હાઇવે પરથી એક કાર જઈ રહી હતી. કારમાં ચાર લોકો સવાર રહેલા હતા. ધુમ્મસ ના લીધે ડ્રાઈવર દ્વારા કાર પરથી કાબુ ગુમાવી દેતા કાર હાઈવે પરથી નીચે પડી ગઈ હતી. લીંબડી નજીક કાર પલટી ખાઈ જતા કારમાં સવાર બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે છે. બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ખંભાળિયા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કુચ્ચો બોલી ગયો હતો.

તેની સાથે આ અકસ્માતની વાત કરીએ તો આ અકસ્માત જે યુવક-યુવતીના મૃત્યુ નીપજ્યા છે તેમના બે મહિના પછી લગ્ન થવાના હતા. એવામાં લગ્ન પહેલા આ પરિવાર દ્વારકા જવા માટે નીકળેલો હતો. પરંતુ ધુમ્મસ ના લીધે કારે પલટી ખાઈ લીધી હતી. જેમાં યુવક-યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.