ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક યુવકનું લગ્નમાં ડાન્સ કરતા દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં યુવક લગ્નમાં ડાન્સ કરતા અચાનક પર જમીન ઢળી પડ્યો હતો. તેના લીધે ત્યાં હાજર રહેલા લોકો દ્વારા તેને ડાન્સ સ્ટેપ માનવામાં આવી રહ્યા હતા. થોડા સમય બાદ જ્યારે લોકો તેની પાસે જઈને જોયું તો તે જમીન પર સુઈ ગયો હતો. તેના લીધે લગ્નના મંડપમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પરિવારજનો દ્વારા ત્યાર બાદ તાત્કાલિક યુવકને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના રામપુર ગામનો સંજય વર્માનો યુવક શાહજહાંપુરના ગોકુલપુરા ગામમાં લગ્ન પ્રસંગના અર્થે આવ્યો હતો. સંજય વર્માની વાત કરીએ તો તેના ભાઈ રણજિતની સાળીના લગ્ન આ ગામમાં રાખેલા હતા. પરિવારના સભ્યો પણ સાથે રહેલા હતા. જ્યારે હાલમાં યુવકના ડાન્સનો 28 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઇરલ થઈ રહ્યો છે. તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુવકના મોતનું હાર્ટ એટેક આવવાના લીધે થયું છે.
તેની સાથે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, લગ્ન દરમિયાન ઘણા લોકો એક સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. સંજય પણ તેના મિત્ર સાથે ડાન્સ કરી રહ્યો હતો. એવામાં અચાનક તે બેઠો થયો અને ફરીથી તે ડાન્સ કરવા લાગ્યો હતો. તે અવારનવાર જમીન પર પડ્યો અને પછી ઊભો થઈને ડાન્સ કરવા લાગ્યો હતો. તેના થોડા સમય બાદ તે જમીન પર સુઈ ગયો અને પછી તે ઉભો થઈ શક્યો નહોતો.