સુરતમાં યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું અને પછી….
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આવી જ એક બાબત અમરોલી વિસ્તારથી સામે આવી હતી. જેમાં પિતરાઈ ભાઈના ઘરે રહેનાર યુવતીને ઓડિશાના યુવક દ્વારા ચપ્પુની અણીએ અપહરણ કરી વરાછાના ત્રિકમનગર માં એક રૂમમાં રાખી અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એવામાં શુક્રવાર સવારના યુવતી તેના ચુંગાલમાંથી વસ્તાદેવડી રોડ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે તેને સાથે લઇ જવા માટે યુવક દ્વારા જબરદસ્તી કરવામાં આવી હતી. પરંતુ યુવતી દ્વારા ના પાડવામાં આવતા યુવક દ્વારા તેના ગળાના ભાગમાં બ્લેડ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં રાહદારીઓ દ્વારા યુવકને રોકવાનો પ્રયાસ કર્યો તો તે ગુસ્સે થઈ ગયો અને યુવતી પર બ્લેડ વડે હુમલો કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, ઓડિશાના ગંજામ જિલ્લાના ગંજા તાલુકાના ખાંડદેવડી ગામમાં રહેનાર દીપુન રાજુભાઈ જૈના અગાઉ ઓડિશામાં જે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો. ત્યાં જ એક યુવતી પણ તેની સાથે અભ્યાસ કરી રહી હતી. તે દરમિયાન થી દીપુન તેની પાછળ પાગલ રહેલો હતો. જ્યારે દીપુનના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનો ઓડિશાથી સુરત આવ્યા હતા. યુવતી અમરોલીમાં તેના મોટાબાપાના દીકરાના ઘરે રહેવા માટે આવેલી હતી. વસ્તા દેવડી રોડ પર ડાયમંડના ખાતામાં કામ કરી રહી હતી. આ વાતની જાણકારી મળતા દીપુન સુરત આવી ગયો હતો. ત્યાર બાદ યુવતીને ચપ્પુ બતાવી અપહરણ કરી વરાછા ત્રિકમનગર ખાતે એક રૂમમાં તેની સાથે રાખવા માટે લાગ્યો હતો. તેમ છતાં એક તેના ચુંગાલમાંથી એક દિવસ યુવતી ભાગવામાં સફળ રહી હતી.
ત્યાર બાદ યુવતી શુક્રવારના વસ્તા દેવડી રોડ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે યુવક તેની પાસે આવી ગયો હતો. યુવતી ને જબરદસ્તી પોતાની સાથે લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં યુવતી દ્વારા હોબાળો કરવામાં આવતો લોકો એકઠા થઈ ગયા હતા. તેના લીધે દીપુન દ્વારા પોતાની પાસે રહેલ બ્લેડ કાઢી યુવતીના ગળે મૂકી દેવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન એક રાહદારી દ્વારા હિંમત કરી યુવતીને છોડાવવા માટે જતા દીપુન દ્વારા રાહદારી પર બ્લેડના ઘા મારી તેના હાથમાં ઈજા પહોંચાડવામાં આવી હતી. તેના લીધે રાહદારીનો હાથ લોહી લુહાણ થઈ ગયો હતો.
તેના પછી ઘટના સ્થળ પર હાજર લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. ઘટનાને પોલીસને જાણ કરવામાં આવતા મહિધરપુરા પોલીસ નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. આ દરમિયાન અન્ય રાહદારીઓ દ્વારા ભેગા મળીને દીપુન પર હુમલો કરી યુવતીને બચાવી લેવામાં આવી હતી. તેમ છતાં દીપુન લોકોના હાથમાંથી નીકળીને નાસી ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને ભોગ બનનાર યુવતી દ્વારા યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપી દિપુનને ઝડપી પાડવામાં આવ્યો હતો.