Gujarat

ઉત્તર પ્રદેશથી સાઇકલ ચલાવીને યુવાન પહોંચ્યો સોમનાથ, સાયકલ પર કરશે બાર જ્યોતિર્લિંગ ના દર્શન

ઉત્તર પ્રદેશના એક યુવાને અનોખી શિવભક્તિ દર્શાવી છે. આ યુવાન ઉત્તર પ્રદેશથી સાયકલ લઈને નીકળ્યો હતો અને હાલ સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યો છે તેને 1700 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના દર્શન કર્યા.

આજના સમયમાં મોટાભાગના યુવાનો યુવાનીના સમયમાં મોજ મસ્તી કરવામાં સમય પસાર કરે છે પરંતુ આ યુવાનને હિન્દુ સંસ્કૃતિ નો ફેલાવો કરવામાં રુચિ હોવાથી તે ઉત્તર પ્રદેશના ગાઝિયા બાદથી સાયકલ યાત્રા કરવા નીકળ્યો છે. આ યુવકનું નામ રોહિત રોય છે.

રોહિત નું માનવું છે કે સામાન્ય રીતે લોકો લગ્નજીવનજીવી અઢળક પૈસા કમાય અને જ્યારે નિવૃત થાય છે ત્યારે વૃદ્ધ અવસ્થામાં તીર્થ યાત્રા કરે છે અને ભગવાનનું નામ લેતા હોય છે પરંતુ તેણે યુવાનીમાં જ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી તેથી તે સાયકલ યાત્રા કરીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળ્યો છે.

તેનું કહેવું છે કે તે પગભર થાય અને નોકરી મળે તે પહેલા જ હિન્દુ સંસ્કૃતિને જાણવા માટે તે સાયકલ યાત્રાએ નીકળ્યો છે પ્રથમ દર્શન તેને 1700 કિલોમીટરનું અંતર કાપીને સોમનાથ ખાતે કર્યા.

તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ થી નીકળ્યો હતો અને 24 દિવસે તે સોમનાથ પહોંચ્યો છે. સોમનાથ થી પણ તે સાયકલ લઈને નીકળશે અને અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શન કરશે. તેની આ સાયકલ યાત્રા સાતથી આઠ મહિના સુધી ચાલશે.