એક મહિના પહેલા જ પિતા બનેલા યુવક નું કરંટ લાગતા નીપજ્યું મોત
સુરત શહેર ખાતે આવેલ સચિન GIDCમાં એક નવી કંપની નું વાયરીંગ કરવા આવેલ ઇલેક્ટ્રિશિયન ને કરંટ લાગતા તેનું કરુણ મોત મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. હજી એક મહિના પહેલા જ મૃત્યુ પામેલ આ યુવાન જુડવા બાળકો નો પિતા બન્યો હતો. ત્યારે યુવક નું કરંટ લાગવાથી મોત નિપજતા બે બાળકો એ બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો યુવક ના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલ સાચીન GIDC ખાતે આવેલ શ્રી કૃષ્ણ સ્ટીલ નામની એક કંપનીમાં એક ઇલેક્ટ્રિશિયન લાઈટ નું કામ કરવા આવ્યો હતો. ત્યારે 30 ફૂટ ઊંચા પતરાના શેડ ઉપર અંદરની બાજુએ ઇલેક્ટ્રિશિયન જ્યારે લાઇટનું કામ કરી રહયી હતો ત્યારે અચાનક તેને કરંટ લાગતા તે યુવક ઘટનાસ્થળ પર જ બેભાન થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી હતી. અને 30 ફૂટ ઊંચા પતરા પર થી યુવકને નીચે ઉતારીને તેને 108ની મદદથી તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
નોંધનીય છે કે, જે યુવક નું કરંટ લાગતા મોત થયું છે તે યુવક 1 મહિના પહેલા જ જુડવા બાળકોનો પિતા બન્યો હતો. ત્યારે કામ કાજ દરમિયાન કરંટ લાગતા બે માસુમ બાળકોએ બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો યુવકનું મોત નિપજવાથી તેનો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.