વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ભાયાલી રોડ નજીક એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો છે. ભાયાલી રોડ પર કાર પાર્ક કરેલી જોતા સ્થાનિક લોકોને તેના પર શંકા જતા તેની તપાસ હાથ ધરી હતી. કારની તપાસ કરવામાં આવી તો કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા આ મામલાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.
તેની સાથે પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, મૃતક યુવાન પંચમહાલના વેજલપુરનો રહેવાસી છે. જ્યારે આ મૃતકનું નામ વિશાલ રહેલ છે. તે ઉત્તરાયણની ખરીદી કરવા માટે વડોદરા આવેલો હતો. પોલીસને શંકા જતા યુવકનું હાર્ટએટેકના કારણે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે કે, યુવકનું મૃત્યુ ક્યા કારણોસર નીપજ્યું છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલામાં નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની જાણકારી મુજબ, ગોકુલ પાર્ટી પ્લોટ નજીક ઈકો કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકની વાત કરીએ તો તે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી રહ્યો હતો અને તે ઉતરાયણની ખરીદી કરવા માટે વડોદરા આવેલો હતો. એવામાં અચાનક યુવકને છાતીમાં દુઃખાવો ઉપડતા ઇકોની પાછળની સીટ પર જઈને સુઈ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોને કારમાં શંકા જતા આ મામલામાં પોલીસને જાણકારી આપી હતી. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.