GujaratSaurashtra

‘મમ્મી-પપ્પા મને માફ કરજો’ કહી અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરનાર યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેને લઈને જાણકારીઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી ગુજરાતના અમરેલીથી સામે આવી છે. અમરેલીમાં આવેલા સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવનાર યુવક દ્વારા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે મૃતક યુવાનના પાકિટમાંથી બે સુસાઈડ નોટ પ્રાપ્ત થઈ છે.

તમને જણાવી દઈએ કે, સુસાઈડ નોટમાં મૃતક યુવાન દ્વારા પોતાના માતા-પિતાની માફી માંગવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મૃતકનો મોબાઈલ ફોન જપ્ત કરી તપાસ શરુ કરી હતી. તેની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના લીધે યુવાન જીવન ટુંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી કલેકટર કચેરીના ભાગમાં આવેલ સાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં નોકરી કરનાર આશિષ બગડા નામનો યુવક ગઈકાલના સવારે નોકરી પણ ગયો હતો. ત્યારબાદ બાજુની ઓફિસમાંથી તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતા આશિષનો ફોન બંધ આવ્યો હતો. તેના લીધે અન્ય કર્મચારી દ્વારા શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં આશીષની ગળે ફાંસે ખાધેલી હાલતમાં લાશ મળી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને અમરેલી પોલીસની પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે, યુવાન દ્વારા પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની શક્યતા દેખાઈ રહી છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન આવી ગયા હતા.