વડોદરાના યુવકને રજા માણવી પડી ભારે, નદીમાં વહેણમાં તણાતા મોત
વડોદરાથી નદીમાં ડૂબવાના કારણે યુવકનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસે પસાર થતી મહી નદીમાં વડોદરાના છાણી ગામનો યુવક નદીમાં ડૂબી જતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. જાણકારી મુજબ, રજાની મજા માણવા ત્રણ યુવકો ફરવા માટે બહાર નીકળ્યા હતા. પરંતુ તે સમયે આ દર્દનાક ઘટના ઘટી હતી. આ સમગ્ર મામલામાં સાવલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના છાણી ગામના એકતા નગરમાં રહેનાર પ્રકાશ ગણેશભાઇ રાજપુત વોટર પ્લાન્ટમાં નોકરી કરી રહ્યો હતો. એવામાં નોકરીમાં રજા હોવાના લીધે તે બે મિત્રો સાથે સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસે પસાર થનારી મહી નદીમાં નાહવા માટે ગયો હતો. પરંતુ યુવક અહીં જવું ભારે પડ્યું છે.
મહત્વની સાથે કે, મહી નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રોમાંથી એક પ્રકાશ રાજપુત એકાએક નદીના વહેતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ત્યાર બાદ પ્રકાશે પોતાને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ મહી નદીના ભારે પ્રવાહમાં તે એકાએક તણાઈ ગયો અને અચાનક તે ગુમ પણ થઈ ગયો હતો. ત્યાર બાદ આ ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. તેમના દ્વારા પ્રકાશના મૃતદેહને શોધી કાઢી બહાર કઢાયો હતો.
નોંધનીય છે કે, ઘટનાની જાણ થતા સાવલી પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી અને મૃતદેહ પર કબજો મેળવી સાવલી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દીધો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ પ્રકાશના પરિવારજનોને થતા તે તાત્કાલિક સાવલી ખાતે દોડી આવ્યા હતા. સાવલી પોલીસ દ્વારા પરિવારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.