GujaratSouth GujaratSurat

સુરતમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો, એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં બે જૂથ વચ્ચે સામ-સામે પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાજમાર્ગ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બનતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાને લીધે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. બીજી તરફ આ ઘટના સર્જાતા નાસભાગ જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના રાજમાર્ગ વિસ્તારમાં મોડી સાંજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બન્ને જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના પણ બની હતી. સામે આવી રહ્યું છે કે, પાથરણા મુકવા જેવી બાબતમાં બન્ને જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ હતી અને ત્યાર બાદ આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

તેની સાથે પથ્થરમારાની આ ઘટનામાં એક યુવાન ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. બીજી તરફ પોલીસને ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં બે વાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા પથ્થરમારો કરનાતા તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં આજે સુરતમાં બે જૂથ વચ્ચેની અથડામણ સામે આવી છે.