GujaratIndiaNewsSurat

આ તસવીરોમાં જોઈલો દીકરી ગ્રીષ્માની જીવંત યાદો, તમને માનવમાં નહીં આવે કે ગ્રીષ્મા આ દુનિયામાં નથી

સુરતના પાસોદરા ખાતે ૧૨ ફેબ્રુઆરીએ ફેનિલે જાહેરમાં દીકરી ગ્રીષ્માની હત્યા કરી હતી,આ અંગે સમગ્ર ગુજરાત રોષે ભરાયું છે,લોકોની માંગ છે કે હત્યારા ફેનિલને ફાંસીની સજા આપવામાં આવે.આ સમયે મૃતક દીકરીની કેટલીક જૂની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.જે તેના પરિવાર માટે એક યાદો બની રહી ગઈ છે.

દીકરી ગ્રીષ્માની યાદોમાં પરિવાર હીબકેને હીબકે રડી રહ્યો છે,પરિવારના લોકો ગ્રીષ્માના વખાણ કરતા થાકતા નથી.થોડાક દિવસ પહેલા પરિવારે મીડિયા સાથે ગ્રીષ્માની વાતો કરી હતી જે વાતો સાંભળી આંખો ભીની થઇ જશે.ગ્રીષ્મા એ માતા-પિતાની જ નહીં પરંતુ આખા કુટુંબની લાડકવાયી દીકરી હતી,આજે બસ તેની તસ્વીરો જ પરિવાર માટે એક યાદો બની ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,દીકરી ગ્રીષ્માએ તલાટીનું ફોર્મ પણ ભર્યું હતું,તે સવારે વહેલા ઉઠી તૈયારી પણ કરતી હતી,ગ્રીષ્માનું સપનું હતુ કે હું ઈન્સ્પેકટર બનીશ અને લોકોની સેવા કરીશ.

ગ્રીષ્માને જે.જે શાહ કોલેજમાં બી. કોમનો અભ્યાસ ચાલુ હતો.માથાભારે શખ્સ દીકરીને ઘણા સમયથી હેરાન કરતો હોવા છતાંય પરિવારે બદનામીના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું અને અંતે દીકરી ગ્રીષ્માને ગુમાવવાનો વારો આવ્યો.

ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ હીરાનું કામ કરે છે,તેઓ નોકરી અર્થે છેલ્લા ૮ મહિનાથી સાઉથ આફ્રિકા હતા,તેઓને ભારત આવી જાણ કરવામાં આવી હતી કે દીકરી ગ્રીષ્મા હવે આ દુનિયામાં નથી રહી, આ વાતની જાણ થતાં જ પિતા જમીન પર ઢળી પડ્યા હતા.

હત્યા મામલે સોશિયલ મીડિયા પર પર લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હત્યારા ફેનિલને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે