Ajab GajabGujaratIndia

આ વ્યક્તિ પોતે મજૂરી કરી જે કમાય એમાંથી ગરીબ લોકોને ખૂબ પ્રેમથી જમાડે છે, તેમણે કહ્યું, મને ગરીબોમાં જ ભગવાન દેખાય છે,

નમસ્કાર મિત્રો,આજે આપણે એવા એક વ્યક્તિ વિશે જાણીશું જેઓ પોતે મજૂરી કરે છે છતાં સદાવ્રત ચલાવે છે.આ વ્યક્તિ જે પૈસા કમાય તે પૈસાથી પોતાની નાનકડી ઝૂંપડીમાં જ આજુબાજુના ગરીબ લોકોને જમાડે છે.તેઓ પંચમહાલ જીલ્લામાં ગોધરા-હાલોલ હાઇવે પર ખડકી ટોલ નાકા પાસે તેમની ઝૂંપડી આવેલ છે.

તેમનું નામ ચિનુભાઈ છે.જેઓ છેલ્લા 15 વર્ષથી ગરીબ લોકોને જમાડે છે.તેઓ કહે છે કે જે કઈ આવે તે બધુ બાપાની દયાથી થાય છે,મારા ઘર આગળથી જે ગરીબ લોકો, વૃદ્ધ લોકો, જે લોકો પગપાળા જતાં હોય એ બધાને ભાવપૂર્વક જમાડીએ છીએ.સાથે એ પણ કહ્યું કે,અમે કોઈ નફો લેતા નથી.જે થાય છે એ બધુ બાપાની દયાથી જ થાય છે.

આશરે તેઓ દિવસના 10 થી વધારે લોકોને ખૂબ પ્રેમથી જમાડે છે.અને એક બાજુ આપણે જોઈએ તો જે લોકોની પાસે ખૂબ પૈસા હોવા છતાં તેઓ પૈસા પૈસા જ કરે છે પરંતુ ખરેખર જોઈએ તો આપણી સાથે ઉપર આપણે કરેલા કર્મ જ સાથે આવશે.પૈસા તો અહિયાં મૂકીને જ જવાના છે.

ચિનુભાઈએ કહ્યું,ગરીબ એ જ મારા માટે ભગવાન છે, મને ગરીબોમાં ભગવાન જોવા મળે છે.ગરીબ માણસ,મૂંગા પ્રાણીઓની સેવા કરવી એ જ આપણી માનવતા છે.

અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો, અને આ વિસ્તારમાં જાઓ તો ચિનુકાકાની મુલાકાત અવશ્ય કરો અને આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખળી, જે કઈ મદદ થાય એ કરો.