Gujarat

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આંદોલન ધૂણતાં તંત્રની ચિંતામાં વધારો,પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ..

રાજ્યમાં એકબાજુ સરકાર અને પ્રજા કોરોનાથી પરેશાન ચ્હે ત્યાં સરકાર માટે મુશ્કેલી વધી શકે એવા સમાચાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આસપાસના આવેલા કેવડિયા સહિતના 6 જેટલા ગામમાં જમીન મુદ્દે આદિવાસીઓ આંદોલન છેડી દીધું છે.

તમને જણાવી દઈએ કે કોરોનાની મહામારી વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ફેન્સિંગ મુદ્દે પોલીસ અને ગ્રામજનો વચ્ચે આજે ઘર્ષણ થયુ હતું. અહી ઉલ્લેખનીય છે કે અહીના આજુબાજુના 6 ગામના ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરતા પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.

પોતાની જમીન બચાવવા અંગે આ આંદોલન છે જેમાં આદિવાસીઓએ પોતાની જાન આપીશું પણ જમીન નહીં આપીએ એવી ઉગ્રતા સાથે આંદોલન છેડ્યું છે.

અહી ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળે લીધેલા નિર્ણય પ્રમાણે તંત્ર દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને કેવડિયા ગામના હેલિપેડ ફળીયા પાસે ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેની સામે આદિવાસીઓ રોષે ભરાયા છે અને લોકોએ જાન આપીશું પણ જમીન નહીં આપીએ તેવુ આંદોલન છેડ્યું છે.અહી ઉલ્લેખનીય છે કે ગ્રામજનો કોઇ પણ ભોગે પોતાની જમીનો આપવા માંગતા નથી અને તંત્ર દ્વારા આ જમીનોમાં ફેન્સિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના 6 ગામના આદિવાસી લોકો તેની સામે વિરોધમાં ઉતાર્યા છે.

એકબાજુ સરકાર કોરોના સામે લડવામાં વ્યસ્ત છે એવામાં આ આંદોલનથી સરકારની ચિંતામાં વધારો થઈ શકે છે. તંત્ર અને આદિવાસીઓ પોતાની વાત પર અડગ છે તો હવે જોવાનું એ છે કે આ આંદોલનનો અંત કેવો આવે છે.