આજથી ૧૫ માર્ચ સુધી આ પ્રકારનો ખોરાક કોઈ મફતમાં આપે તો પણ ન ખાઓ, નહીં તો…
નમસ્કાર દોસ્તો,ફેબ્રુઆરીનો અંત અને માર્ચની શરૂઆત એ મિશ્ર ઋતુ,એટ્લે કે વસંત ઋતુનો જે સમય ગાળો કહેવાય જેમાં સવારે તમને ઠંડીનો અનુભવ થાય,બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થાય તો આ સમયે કફને લગતી બીમારી થાય છે અને ખાસ કરીને પાચનને લગતી બિમારી વધુ થાય છે.
જે લોકો આ સમયે ખાવા-પીવામાં ધ્યાન ન રાખે તો તેઓને ગેસ,એસિડિટી,કબજિયાત અને કફને લગતી સમસ્યા જોવા મળે છે.આ માટે દિવસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ,જેથી આપણા શરીરના રોગ પ્રતિકારક શક્તિને ખાસ જાળવી રાખીએ.આયુર્વેદ મુજબ જોઈએ તો ખાસ આ સમયે બપોરે જમ્યા પછી સૂવું ન જોઈએ.
નહીં તો કફની તકલીફ વધુ જોવા મળે છે,બીજું કે આ સમયે પાચન શક્તિ મંદ પડે છે માટે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જમવું.મીઠી,ખાટી,તીખી અને તળેલી વસ્તુ આ સિઝન પૂરતી ન ખાવી જોઈએ.જો આવું ખાવાનું રાખશો તો પેટ બગડશે,ચામડીના રોગ થઈ શકે છે.આ એક મહિના પૂરતી અડદની દાળનું સેવન ન કરવું જોઈએ.
કારણ કે જો તમે અડદની દાળનું સેવન કરશો તો પેટ બગડી શકે છે અને આના કારણે એસિડિટી,ગેસ થઈ શકે છે,એ શરીર માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે.આ સિઝનમાં તમે મગની દાળ ખાઈ શકો છો,જે પચવામાં એકદમ હલકી છે.આ સિઝનમાં જે ફળ મળી રહેતા હોય તે ભરપૂર ખાઓ,દિવસ દરમિયાન પાણી વધુ પીવો.
બીજું જે ગાજર,પાલક અને કારેલાનો જ્યુસ વધુ પીવો એ પણ આપણા શરીર માટે લાભદાયક છે.ત્યારબાદ સવારના સમયે આદુંના રસની એક ચમચી અને મધની એક ચમચી બંનેને મિક્સ કરી તેનું સેવન કરો,જેનાથી શરીરમાં કફ ન જામે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને જરૂર શેર કરો.