Gujarat

આંખમાં સમસ્યા થઈ તો આ વ્યક્તિએ રાખી માતા મોગલ ની માનતા… માનતા રાખ્યા પછી ન કરાવવું પડ્યું આંખનું ઓપરેશન

માતા મોગલ નો મહિમા અપરંપાર છે. માતા મોગલ નો દરબાર દરેક ભક્ત માટે 24 કલાક ખુલ્લો છે. દરેક ભક્ત પોતાના જીવનમાં સમસ્યા આવે કે માતાના ચરણે દોડી આવે છે. માતા પણ પોતાના ભક્તોના દુખડા દૂર કરી દેતી હોય છે.જ્યારે માતા ભક્તોના જીવનમાંથી સમસ્યા દૂર કરે છે તો ભક્તો પણ તેમને યાદ કરે છે. માતા મોગલ પર જ્યારે શ્રદ્ધા હોય તો બધી જ સમસ્યા દૂર થઈ જાય છે. સાચા દિલથી જરૂરી છે માતા મોગલ ની માનતા રાખવી.

ઘણા ભક્તો તો એવા હોય છે જે સંકટના સમયમાં માતાને યાદ કરે તો તેનું સંકટ જ દૂર થઈ જાય છે. આજે તમને આવા જ એક પરચા વિશે જણાવીએ જેમાં એક યુવકની માનતા માતા મોગલ એ ચમત્કારિક રીતે પૂરી કરી

કબરાઉ ખાતે એક વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા આવ્યો હતો અને તેણે મણિધર બાપુના આશીર્વાદ લીધા અને સાથે જ 21 હજાર રૂપિયા મણીધર બાપુને આપ્યા. મણીધર બાપુએ યુવકને પૂછ્યું કે તેને શેની માનતા રાખી હતી. ત્યારે યુવકે જણાવ્યું હતું કે તેને આંખમાં સમસ્યા હતી અને ડોક્ટરને બતાવતા ડોક્ટરે કહ્યું કે તેને આંખનું ઓપરેશન કરાવવું પડશે.

આ વાત સાંભળીને તે ઘરે ગયો અને પછી માતા મોગલ પર શ્રદ્ધા રાખી તેમની માનતા રાખી. માતા રાખ્યા ના થોડા સમયમાં જ્યારે તે ડોક્ટર પાસે ગયો તો ડોક્ટરે કહ્યું કે ઓપરેશનની જરૂર નથી. તેણે માતાનો આભાર માન્યો અને પછી તે તુરંત જ 21 હજાર રૂપિયા લઈને કબરાઉ માનતા પૂરી કરવા માટે પહોંચી ગયો.મણીધર બાપુએ યુવકની વાત સાંભળી તેને આપેલા 21,000 ની ઉપર એક રૂપિયો મૂકીને તેને પરત કરી દીધા. સાથે જ કહ્યું કે તેના પરિવારની દીકરી અને બહેનને આ રૂપિયા આપી દેવામાં આવે. મંદિરમાં આ દાન ની જરૂર નથી માતા મોગલ ફક્ત ભાવના ભૂખ્યા છે.