આમ આદમી પાર્ટી દ્વારા PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર વોર શરુ કરવામાં આવ્યો છે. જેમાં આજે આઠ લોકોની ધરપકડ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં વિવિધ સ્થળોએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે તેના વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ડ્રાઇવરના થયા એવા હાલ કે પછી..
ગુજરાત AAP ચીફ ઇસુદાન ગઢવી દ્વારા આ બાબતમાં જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા લોકો અમારી પાર્ટીના કાર્યકર્તા રહેલા છે. આ ભાજપની તાનાશાહીનો નમૂનો રહેલ છે. “નરેન્દ્ર મોદી હટાઓ-દેશ બચાવો” ના પોસ્ટર લગાવવા બદલ અમારા કાર્યર્ક્તાઓની ધરપકડ કરાઈ હતી. આ ભાજપનો ભય નથી તો બીજું શું છે. ભાજપ ગમે તેટલો પ્રયાસ કરે આપ પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લડત આપતા રહેશે.
AAP પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી હટાઓ-દેશ બચાવો પોસ્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દેશભરમાં 11 ભાષાઓમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષાઓમાં શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક વાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો
21 માર્ચના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 100 FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, બાકીની 100 FIR અન્ય પોસ્ટરો અંગે દાખલ કરવામાં આવી હતી. તમામ કેસ પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને ફોરેસ્ટેશન ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી કાર્યાલયથી નીકળતી વાનમાંથી પણ પોસ્ટર જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીના કેટલાક ભાગોમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ ના નારા સાથે પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરોમાં પ્રિન્ટીંગ પ્રેસની વિગતો રહેલી નહોતી.
આ પણ વાંચો: એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ખેતરાળ વિસ્તારમાં લઈ જઈને કર્યું એવુ કે….