Gujarat

સુરેન્દ્રનગર: લગ્ન પ્રસંગમાંથી ઘરે જતાં કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત, 4 યુવકોના મોત

અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પાસે ગંભીર અકસ્માત થયો છે. હળવદના યુવકોની એક સ્વિફ્ટ કાર ને આ અકસ્માત નદીઓ હતો. તેઓ લગ્ન પ્રસંગમાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કુદાવીની સામેની બાજુએ આવતા આઈસર સાથે અથડાઈ હતી.આ ગંભીર અકસ્માતમાં 4 યુવકોના મોત થયા હતા અને 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એન્જિન ઉડીને 20 ફૂટ દૂર ફેંકાઈ ગયું હતું. હળવદના ગોલાસણ ગામના 6 યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નારડી ગામે લગ્નમાં ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઇ હતી.

જેમાં કારમાં બેઠેલા ચાર યુવાનોના મોત થયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.