નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત, 25 થી વધુ ઘાયલ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત નવસારીના ચીખલીથી સામે આવ્યો છે.
નવસારીના ચીખલી પાસે બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, નવસારીથી ચીખલીથી ફડવેલ જનાર મીની બસ અને ઉમરકુઈ જનાર બસ સામસામે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેની સાથે આ અકસ્માતમાં મીની બસ ના ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 25 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચતા ચીખલી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચીખલી ફડવેલ ગામના વળાંક પાસે આવેલા એક ઝાડના લીધે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વહેલી સવારના ચીખલી થી ફડવેલ જનાર મીની બસ સાથે ઉમરકુઈ જનાર મોટી બસ સામસામે ટકરાતા અકસ્હમાત સર્તીજાયો હતો. અકસ્માત સર્જાતા બંને બસનો કુચ્ચો બોલી ગયો હતો. તેના લીધે મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિન માં ફસાઈ ગયો હતો. જ્યારે ટ્રેક્ટર વડે બહાર કાઢી સારવાર ખસેડતા સમયે વિજય નારણનું કરૂણ મોત નીપજ્યું હતું.
તેની સાથે બસ અથડાતા બસમાં સવાર 25 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ તાત્કાલિક રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા અને મુસાફરોની મુલાકાત લીધી હતી. ઘટનાને લઈને ચીખલી પોલીસ દ્વારા અકસ્માતની લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.