GujaratAhmedabad

હવામાન વિભાગની આગાહી મુજબ : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ

રાજ્યમાં ધીરે-ધીરે ચમાસુ બેસતું જોવા મળી રહ્યું છે. દરેક જિલ્લાઓ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. એવામાં છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 107 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે દાંતીવાડામાં 1.5 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. ત્યારે આજથી ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી વરસાદને લઈને સમાચાર સામે આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના એસ જી હાઇવે, પ્રહલાદનગર, જોધપુર, જીવરાજ અને વેજલપુર વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદમાં શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ બનેલું હતું. પરંતુ વરસાદ વરસી રહ્યો નહોતો. એવામાં બપોરના શહેરમાં વરસાદી માહોલ બન્યો છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળી છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બન્યો છે. જ્યારે આંકડા મુજબ, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52 % વરસાદ નોંધાયો છે. તેની સાથે થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ વરસ્યો છે. તેની સાથે આટલા સમયમાં ગુજરાત 90 મીલીમીટર જેટલો વરસાદ વરસવો જોઈતો હતો.

આ સિવાય હવામાન વિભાગે તે પણ જણાવવામાં આવ્યું છે કેપોરબંદરજુનાગઢદ્વારકાગીર સોમનાથ અને દીવ ભારે વરસાદની આગાહી વરસી શકે છે. જ્યારે આણંદસુરતડાંગનવસારીવલસાડદમણદાદરા નગર હવેલીરાજકોટજામનગરઅમરેલીભાવનગરમોરબી અને કચ્છમાં પણ વરસાદી માહોલ ની આગાહી કરી છે.