અભિનેતા આમીર ખાન ખાનગી જેટમાં ભુજ પહોંચ્યા, ઉદ્યોગપતિના બેસણામાં ખાસ હાજરી આપી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અભિનેતા આમિર ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે અભિનેતા અમારી ખાણ આજે કચ્છના અંતરિયાળ કોટાય ગામ પહોંચ્યા છે. ભુજ તાલુકાના કોટાય ગામના યુવા ઉદ્યોગપતિ મહાવીર ધનજીભાઈ ચાડનું આકસ્મિક રીતે અવસાન નીપજ્યું હતું. તેના લીધે તેમના પરિવારને દુઃખમાં સાંત્વના આપવા માટે અભિનેતા આમિર ખાન મુંબઈથી કચ્છ આવી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, હતભાગી મહાવીર ચાડના કાકા ધનાભાઈ ચાડ વર્ષ 2001 માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ લગાનના શૂટિંગમાં મહત્વના ભાગ રહ્યા હતા. .
નોંધનીય છે કે, કોટાય ગામથી 7 કિલોમીટર દૂર લગાન ફિલ્મનું શુટિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ધના કાકા દ્વારા સંપૂર્ણ સેટ તૈયાર કરવા સહિતની મદદ અભિનેતાના યુનિટને કરવામાં આવી હતી. એવામાં જુના પારિવારિક સબંધને લીધે અભિનેતા આજે કચ્છના મહાવીર ધનજીભાઈ ચાડના પરિવારને દિલાસો આપવા માટે બેસણામાં પહોંચ્યા હતા.
ઉલ્છેલેખનીય છે કે, ભુજ તાલુકાના આહીર પટ્ટીના કોટાય ગામના 39 વર્ષીય મહાહિર ધનજી ચાડનું બનાસકાંઠાના ભીલડી પાસે ગત તા. 18 ના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. એવામાં તેમના અવસાન બાદ સવા બે દાયકા જુના પારિવારિક સબંધ નિભાવવા માટે આજે અભિનેતા આમીરખાન મુંબઈથી ખાનગી જેટ દ્વારા વહેલી સવારના ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તે બાય રોડ કાર મારફતે કોટાય ગામમાં પરિવારના ઘરે બેસણા પ્રસંગે હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
સદગત મહાવીર ભાઈના મોટા ભાઈ હીરા ભાઈ ચાડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લગાન ફિલ્મનુ શુટિંગ ભૂકંપ પૂર્વે નજીકના કુંનરિયા ગામમાં કરવામાં આવ્યું હતું. ત્યારે શુટિંગ માટે અમારા કાકા ધનભાઈ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. ભાઈના દુઃખદ સમાચાર સાંભળી તેમના દ્વારા ટેલિફોનિક સાંત્વના પાઠવવામાં આવી હતી અને આજે તે રૂબરૂ કોટાય ગામે બેસણા પ્રસંગે હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા.
તેની સાથે 2001 ના ભૂકંપમાં પડી ભાંગેલા કચ્છ બાદ જમીનદોસ્ત થઈ ગયેલા કુંનરિયા ગામના ફિલ્મમાં ભાગ લેનાર સાત લોકોને અભિનેતા આમીરખાન દ્વારા 30-30 હજારની રોકડ સહાય આપવામાં આવી હતી. આ જાણકારી કુનરીયા ગામના ઉપ સરપંચ સુરેશ ગોપાલ છાંગા દ્વારા આપવામાં આવી હતી.