સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને સગીરાને એકાંતમાં મળવા બોલાવી અને પછી…
સોશિયલ મીડિયામાં યુવક યુવતીઓ વચ્ચે મિત્રતા થાય તે સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક નરાધમો આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરતા હોય છે. તેમજ કેટલાક અશ્લીલ ફોટા લઈને તેને વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચરતા રહે છે. આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. જ્યાં એક યુવકે સોશિયલ મોડિયામાં એક યુવતી સાથે મિત્રતા કેળવી અને બાદમાં વિશ્વાસમાં લઈને તેને મળવા માટે બોલાવી હતી. અને પછી યુવતી સાથે દુષ્કર્મ આચરીને તેના અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા હાલ તો આ નરાધમની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી મુસ્તુફા સાજીદ દલવાણી મોરબીના રવાપર રોડ ખાતે અવેક એક ગારમેન્ટની દુકાનમાં કામ કરતો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીએ એક સગીર વયની છોકરી સાથે મિત્રતા કેળવી હતી. આ બંને વચ્ચે રોજ વાતચીત થતી હતી. મુસ્તુફાએ સગીરાને પોતાના વિશ્વાસમાં લઈને તેણીને એક દિવસ પોતે જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં મળવા માટે બોલાવી. અને પછી કપડાંની દુકાનમાં રહેલ ચેન્જ રૂમમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી મિસ્તુફાએ રવાપર ગામ નજીક આવેલ ફૂડ એન્ડ જોય નામના એક કાફેના બોક્સમાં સગીરાને લઈ જઈને તેની પર દુષ્કર્મ આચર્યું તેમજ સગીરાના અશ્લીલ ફોટા પાડી લીધા હતાં. અને પછી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. ત્યારે ગભરાઈ ગયેલી સગીરાએ આ મામલે તેની માતાને જણાવ્યું હતું.
આ પણ વાંચો: લગ્નમાં ગરબા રમીને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો યુવાન
નોંધનીય છે કે, સગીરાએ પોતાની સાથે ઘટેલ તમામ બાબત તેની માતાને જણાવતા જ સગીરાની માતાએ મોરબી એ ડિવિઝનમાં આરોપી મુસ્તુફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તયારે પોલીસે પણ ફરિયાદના આધારે ગણતરીના સમયમાં જ આરોપી મુસ્તુફા દલવાણીની ધરપકડ કરી લીધી છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતને લઈને થયો મોટો ખુલાસો, પ્રેમી જ નીકળ્યો હત્યારો