VadodaraGujarat

વડોદરામાં સર્જાયેલ દુર્ઘટનાને લઈને કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ સહાયની કરી જાહેરાત, CM એ ટ્વીટ કરીને આપી જાણકારી….

વડોદરાના હરણી લેક ઝોન ખાતે ના તળાવમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત સર્જાયો છે. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 14 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. હાલમાં બે બાળકની શોધખોળ હજુ ચાલી રહી છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યારે ફાયર અને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કામ હાથ ધરવામાં આવ્યું છે. તેની સાથે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

તેની સાથે જ સરકાર દ્વારા આ દુર્ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. PMNRF માંથી રૂપિયા 2 લાખની સહાય દરેક મૃતકના પરિવારજનોને આપવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય ઇજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય અપાશે. જ્યારે આ સિવાય રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.

જાણકારી મુજબ, 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું હતું તેના લીધે તેમનો જીવ બચી ગયો છે. પરંતુ જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર થયેલા હતા. તેની સાથે 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરાયું છે.

વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હરણી લેકના પ્રવાસે ગયેલા હતા. લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ફાયર અને એનડીઆરએફની ટીમની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે હજુ પણ 3 બાળકોની તપાસ કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં સફીના શેખ, મુવાઝા શેખ, અલીસ્બા કોઠારી, ઝહાબીયા સુબેદાર, વિશ્વા નિઝામા, નેન્સી માછી, આયત મન્સરી, રેહાન ખલીફા અને આયેશા ખલીફાનું મૃત્યુ નીપજ્યું છે.