SaurashtraGujarat

ખેતરોમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટનીનોટિસ બાદ RSPL ઘડી કંપની સામે પ્રદુષણ બોર્ડ ની મોટી કાર્યવાહી….

દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારકામાં થોડા સમયથી RSPL ઘડી કંપની વિવાદોમાં ફસાયેલી છે. એવામાં ખેતરોમાં પ્રદૂષણ બાબતમાં RSPL ઘડી કંપની પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદૂષણ બોર્ડ દ્વારા RSPL ઘડી કંપની સામે નોટિસ બાદ સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. ખેતરો માં પ્રદૂષણ બાબતમાં હાઇકોર્ટની નોટિસ બાદ પ્રદુષણ બોર્ડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદુષણ બોર્ડ દ્વારા 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તેની સાથે ઈલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. તેની સાથે હવે ડીજે સેટ ઉપર પણ પ્લાન્ટ નહીં ચલાવવાનું ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા કંપની વિરુદ્ધ આખરે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ અગાઉ RSPL ઘડી કંપની ને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 100 વીઘા જમીન બાબતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે લગાવી દેવામાં આવ્યો હતો. તેના લીધે કુરંગા સ્થિત કંપની ના કામ પર રોક લગાવી દેવાઈ હતી. રાજ્ય સરકાર ને સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ પણ ઇસ્યુ કરાયું હતું. જમીનના નેચર પજેશન અંગે સ્ટેટ્સ કરવાનો હુકમ ઇસ્યુ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, દ્વારકાના કુરંગા નજીક આવેલ RSPL ઘડી કંપની ને જુદા-જુદા સરકારી ખરાબાની અંદાજીત 100 વીઘા જમીન કાયદાકીય કાર્યવાહી વગર ફાળવી દેવાઇ હતી. તેની સાથે લેન્ડ સીલીંગ એક્ટ સહિતની કાયદાકીય કાર્યવાહી વગર કંપની ને ફળદ્રુપ અને ખનીજ યુક્ત જમીનની ફાળવણી કરી દેવાઈ હતી. તેના લીધે સરકારી ખરાબાની જમીન મામલે ખેડૂતો સર્વોચ્ચ અદાલત ન્યાય મેળવવા પહોંચ્યા હતા.