અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાંથી બે દિવસ પહેલા એક યુવકનું અપહરણ કરવામાં આવી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જ્યારે હવે આ મામલામાં મોટી જાણકારી સામે આવી છે. કેમકે આ યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી લાશ અડાલજ કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસ ના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અપહરણના મામલામાં ત્રણ લોકોની અટકાયત પોલીસ દ્વારા હાલ કરવામાં આવી હતી. જેમાં પોલીસની પૂછપરછમાં જાણકારી સામે આવી છે કે, યુવકની હત્યા કરી લાશ અડાલજ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવક ના મૃતદેહ ની શોધખોળ માટે સ્થાનિક તરવૈયા તેમજ ફાયર વિભાગની મદદ લેવાઈ હતી.
જાણકારી મુજબ, રાણીપ વિસ્તારમાં રહેનાર પુનમસિંહ ગત 6 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 11.30 વાગ્યાના સમયે પરિવાર સાથે આંટો મારવા ગયો હતો. તેમ છતાં અડધા કલાકમાં ઘરે પરત ફરી આવ્યા હતા. પરંતુ મોડી રાત્રીના 1 વાગ્યાની આજુબાજુ માં નાસ્તો કરીને આવું છે તેમ કહીને પોતાની કાર લઈને નીકળ્યો હતો.. ત્યારબાદ ઘણો સમય થઈ જતા પરંતુ ઘરે પરત આવ્યો નહોતો. તેના લીધે તેના પત્નીએ ફોન કરીઓ તો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. આ કારણોસર પરિવાર અને સ્થાનિક લોકોની મદદથી આજુબાજુના વિસ્તારમાં પુનમભાઈ ની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈ જાણકારી મળી નહોતી. તેમ છતાં તપાસ દરમિયાન રાત્રીના બે વાગ્યાની આજુબાજુ ન્યૂ રાણીપ સાવન બંગ્લોઝ પાસે તેની કાર મળી આવી હતી.
ત્યાર બાદ આ એક રાહદારી પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, કારમાં બેઠેલા ભાઈને અજાણ્યા ત્રણ શખ્સો બોલાચાલી કરતા જોયા હતા. એટલું જ નહીં તેમની કારમાં બેસાડીને ન્યૂ રાણીપ ખોડીયાર માતાના મંદિર તરફ તેને લઈને ગયા હતા. તેના લીધે પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા સમગ્ર મામલામાં અપહરણ કરનાર વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા અપહરણ કરનાર ત્રણેય લોકો સુધી પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા જયેશ, પરેશ અને અતુલ નામના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ની પૂછપરછમાં જાણકારી સામે આવી છે કે, જયેશની બહેનના પૂનમ સિંહ સાથે પ્રેમ સંબંધ રહેલો હતો. જયેશ ની બહેનના લગ્ન નક્કી થયા દિવસે જ મંગેતરને આ બાબતની જાણ થતાં સંબંધ તેનો તૂટી ગયો હતો. તેના લીધે જયેશે મિત્રો પાસે મળીને પૂનમ સિંહની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.
જ્યારે પૂનમ સિંહ નું અપહરણ કરીને ત્રણેય શખ્સ માર મારીને તેને અડાલજ કેનાલ પાસે લઈને ગયા હતા. ગાડું દબાવી પૂનમ સિંહની હત્યા કરી આરોપીઓ એ દ્વારા લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. સાબરમતી પોલીસે અડાલજ કેનાલમાંથી લાશ કાઢીને પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. બીજી તરફ અપહરણના ગુનામાં હત્યાની કલમ ઉમેરી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.